|
નમસ્કાર,
શિક્ષણ સમિતિની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. તેઓને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની સમકક્ષ રંગીન ગણવેશ, બુટ-મોજા, અને પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા આયોજીત કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધો. ૧ માં નવાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કીટ દફતર આપવામાં આવે છે. તેમજ રાજ્ય સરકારની યોજના અંતર્ગત વિદ્યાલક્ષ્મી બોન્ડની પણ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે શિક્ષકો અને કર્મચારીઓ માટે સારસ્વત તાલીમ શિબિર અને કર્મયોગી તાલીમ શિબિરો ના આયોજન માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. વાલીદિન તથા વિવિધ પર્વોની ઉજણાવી જેવી કે મહેંદી સ્પર્ધા, રાસગરબા, જેવા કાર્યક્રમ અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ પંચાગ, શૈક્ષણિક પ્રવૃત્તિ, કેલેન્ડર, પુસ્તક, નકશા, ચાર્ટ વગેરે દ્વારા શિક્ષણની સુયોજીત વ્યવસ્થા કરવામાં આવી છે. અને આધુનિક જમાના સાથે તાલમેલ કરવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોડેલ શાળાનો કોન્સેપ્ટ અપનાવામાં આવ્યો છે.
|